Gujarat

ગીરગઢડામાં આંગણવાડીના કમ્પાઉન્ડમાં ખુલ્લુ પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર ફરતે બાવળોનું ઝુંડ… અકસ્માતની ભીતી….

ગીરગઢડામાં પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આંગણવાડી કેન્દ્ર નજીક હોવાના કારણે નાના ભુલકાઓના જીવનુ જોખમ હોય જેથી આ
ટ્રાન્સફોર્મરને અન્ય જગ્યાએ ખસેડવા વાલીઓ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે..
ગીરગઢડામાં આંગણવાડી નજીક ખુલ્લુ પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલ હોવાથી ભવિષ્યમાં અકસ્માત થવાની ભીતી સેવાય રહી
છે. આંગણવાડીની બાજુમાં જ બાવળના જુડ વચ્ચે પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર પણ ઊભેલું હોય જે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા
તંત્ર દૂર કરવા માંગ ઉઠી છે. આંગણવાડી આવતા બાળકો સતત ભઈના ઓથાળ હેઠળ આંગણવાડીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા
છે. જોકે અહી ગમે ત્યારે વરસાદના કારણે શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવના હોય તેના કારણે બાળકો તેમજ આજુબાજુના લોકોને
સતત ભય રહેતો હતો છે. કોઇ જાનહાની ન થાય તેની ગંભીરતા લઇ પીજીવીસીએલના અધિકારીઓને ટ્રાન્સફોર્મર તાત્કાલીક અન્ય
જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગણી કરેલ છે.

-કમ્પાઉન્ડમાં-ખુલ્લુ-પીજીવીસીએલ-નું-ટ્રાન્સફોર્મર-અકસ્માત-નો-ભઈ.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *