વિક્રમ સાખટ રાજુલા
ભાવનગરના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામ મા આવેલ લોક વિધાલય મા ભણતી કોળી સમાજ ની દિકરી કુપાલીબેન ડોળાશીયા ને ન્યાય મળે તે માટે નારી રક્ષા સેના દ્વારા
ન્યાય નહીં મળે તો પ્રમુખ અશ્વિનભાઈ સાંખટ અને તેમની ટીમ દ્વારા આદોલન કરવા ની ચિમકી ઉચ્ચારી.
ભાવનગરના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામ માં આવેલ લોક વિદ્યાલય માં ભણતી કોળી સમાજની દીકરી કૃપાલીબેન ડોળાસિયા જે તારીખ 13 /3/2023 ના રોજ આત્મહત્યા કરી એવા સમાચાર દીકરીના પરિવારને આપવામાં આવ્યા ત્યારે દીકરીનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો દીકરીના પરિવારે જોયું સાડા પાંચ ફૂટ પાણીના ટાંકામાં આત્મહત્યા કઈ રીતે કરી શકે દીકરીની ઊંચાઈ પણ શાળા ફૂટ સાડા પાંચ ફૂટ હતી ત્યારે દીકરીના પરિવારે આક્ષેપ કર્યો છે કે અમારી દીકરીએ આત્મહત્યા નથી કરી મારી દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે આ વાતને લઈને છેલ્લા ત્રણ મહિનાથી આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનો તેમજ દરેક સંગઠનો આ દીકરી ના પરિવારને ન્યાય અપાવવા ઝંઝુ બી રહ્યો છે અનેક આવેદનો પત્રો આપ્યા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય તપાસ કરવામાં નથી આવી ત્યારે ફરી વખત મહુવા તાલુકાના ગુજરાત નારી રક્ષા સેના સંગઠનના યુવા પ્રમુખ અશ્વિનભાઈ સાંખટ ઉપપ્રમુખ અશ્વિન ચાવડા મંત્રી જયસુખભાઈ સાખટ મંત્રી અલ્પેશ ઢાપા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજરોજ મહુવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું આ દીકરીને તાત્કાલિક ન્યાય મળે યોગ્ય તપાસ થાય નહીં તો ઉગ્ર આંદોલન કરવાની સીમકી આપી હતી


