હાર્દિક કાનાબાર પ્રાચી
*સુત્રાપાડા તાલુકા મામલતદાર ને આપ્યું આવેદન*
પ્રાચી તીર્થ…..
ઘંટીયા પ્રાચી ગામ ની ભવાની શૈક્ષણિક સંકુલના વિઘર્મી કેરેક્ટર સામે શિક્ષિકાના ગંભીર આરોપ કર્યા છે નાનકડા ગામમાં લવ જેહાદ ના બનાવથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને પ્રાચી માં કારડીયા રાજપૂત ધર્માલય ખાતે આજે વિશાળ સંખ્યામાં લોકોસાથે સમસ્ત હિન્દૂ સંગઠન ની બેઠક મળી હતી અને સુત્રાપાડા ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. સમગ્ર ભારત માં જાણે કે વિધર્મીલોકો દ્વારા હિન્દૂ યુવતીઓને પોતાની પ્રેમ ઝાળ માં ફસાવી અને ધર્માંતરણ કરવાનું મોટે પાયે રેકેટ ચાલતું હોય તેમ અવાર નવાર કિસ્સાઓ સામે આવતા નજરે પડી રહિયા છે ત્યારે હાલ ગીર સોમનાથ ના ઘંટીયા પ્રાંચી ખાતે પણ ખાનગી સ્કૂલ ના કેરટેકર વિધર્મી યુવક દ્વારા સ્કૂલ ની શિક્ષિકા સાથે તેમની ઈચ્છા વિરુદ્ધ માં સેલ્ફી ફોટા લઈ લગ્ન કરવા દબાણ કરતો હોવાનું શિક્ષિકા દ્વારા આરોપ લાગવાવમાં આવ્યા છે જ્યારે વિધર્મી યુવક વડાળા ગીર ગામ નો આબીદ મુસા ખાંડણી શિક્ષિકા ને મુસ્લિમ ધર્મ અપનાવવા પણ દબાણ કરતો હોવાનું શિક્ષિકા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે આ ઘટના ને લઈ ને સમગ્ર હિન્દૂ સમાજ ના યુવક પ્રત્યે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જ્યારે હાલ યુવક વિરુદ્ધ માં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ની કલમ ૪ તેમજ ઇ.ઝ એક્ટ ની કલમ ૬૬ ઉ સહિત ઇ ડ ઇ ૩૫૪(અ) (ઉ)૫૦૬(૧)(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
પીડિત શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદ માં જણાવાયું છે કે આરોપી અને પોતે એકજ સ્કૂલ માં ફરજ બજાવે છે જ્યારે આરોપી વિધર્મી યુવક દ્વારા તેની સાથે ફ્રેઇન્ડશિપ રાખવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું તેમજ પોતાની સાથે લગ્ન કરવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પણ દબાણ કરવામાં આવતું હતું સાથે વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી કે જો તે આવું નહિ કરે તો તેમના ફોટાઓ સોસિયલ મીડિયામાં વાઇરલ કરી બદનામ કરીશ પરંતુ યુવતી તાબે ન થતા પાંચ દિવસ પહેલા વિધર્મી યુવક દ્વારા સોસીયલ મીડિયામાં ફોટાઓ વાઇરલ કરવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના યુવતી ની સામે આવતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી સાથે સાથે સોસિયલ મીડિયામાં ફોટાઓ વાઇરલ થતા સમગ્ર હિન્દૂ સમાજ ની સામે ઘટના આવી હતી જેને લઈ ને સમગ્ર હિન્દૂ સમાજ દ્વારા મેદાને ઉતરવાનો વારો આવ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં માં તો બાબા નું બુલડોઝર વિધર્મીઓ ઉપર ચાલે છે અને યોગી સરકાર દ્વારા કડક કાયદો પણ કરવામાં આવ્યો છે જેને લઈ ને વિધર્મી યુવકો માં ફફડાટ ફેલાયો છે પરંતુ લોકોમાં એક પ્રશ્ન છે કે સુ ગુજરાત માં પણ આવો કડક કાયદો કરવામાં આવશે કે કેમ હાલ લોકોમાં એવો ગણગણાટ જોવા મળી રહીયો છે વિધર્મી યુવકો ને હિન્દૂ યુવતીઓ ને ફસાવી ધર્માંતરણ કરવા માટે ની ટ્રેનિંગ આપી ત્યાર કરવામાં આવી રહિયા છે ત્યારે ગુજરાત માં આ રેકેટ મોટે પાયે ફેલાયેલું હોય તેવું લાગી રહીયું છે ત્યારે લોકો ઇચ્છી રહિયા છે કે ઉત્તરપ્રદેશ ની જેમ ગુજરાત માં પણ કડક અમલવારી કરવામાં આવે જેથી આવા વિધર્મી લોકો હીન કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે આ ઘટના લઈને આજે પ્રાચી તીર્થ ખાતે ભગવાન માધવરાયજી પ્રભુના સાનિધ્યમાં હિન્દુ સમાજની બેઠક મળી હતી બેઠક પૂરી થયા બાદ સુત્રાપાડા ખાતે મામલતદાર સાહેબને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં ઘંટીયા પ્રાચી તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારો માંથી પણ બહોળી સંખ્યામાં સમસ્ત હિન્દૂ સંગઠન ના યુવાનો, આગેવાનો, સાધુ સંતો, સહિત ના લોકો આવેદનપત્ર પાઠવવામાં જોડાયા હતા…


