Gujarat

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીના ભાગરૂપે ધ્રોલ ખાતે મિલેટ્સ માંથી બનતી વિવિધ વાનગીઓની હરીફાઈનું આયોજન કરાયું

વર્ષ-૨૦૨૩ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે. જેનો મુખ્ય હેતુ આહાર બદલો,
જીવન બદલો, મિલેટ આપનાવી જીવન સ્વસ્થ બનાવો છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ઘટક
કક્ષાએ મિલેટમાંથી બનતી વિવિધ વાનગી હરીફાઈનું આયોજન તા.૧૪ જુલાઈના રોજ પ્રાંત અધિકારીશ્રી પ્રણવ વિજયવર્ગીય
(I.A.S)ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસના કાર્યકર બહેનો દ્વારા મિલેટમાંથી અવનવી
વાનગીઓ બનાવવામાં આવી હતી.
ગત તા.૭ જુલાઈના રોજ સેજા કક્ષાએ યોજાયેલ વાનગી સ્પર્ધા માંથી ૧ થી ૩ નંબર પ્રાપ્ત થયેલ વાનગીઓની ઘટક કક્ષાએ
હરીફાઈ કરવામાં આવી હતી. આ મિલેટ વાનગી હરીફાઈમાં ૧ થી ૩ ક્રમાંક મેળવનરને પ્રમાણપત્ર તથા ઈનામ આપી
પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા CDPOશ્રી નર્મદાબેન ડી. ઠોરીયાના માર્ગદર્શન હેઠળ
મુખ્યસેવિકા, આંકડા મદદનીશ, PSE ઇન્સ્ટ્રક્ટર, જુ. ક્લાર્ક બ્લોક કોઓર્ડીનેટરએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગીતાબા જાડેજા, મામલતદારશ્રી અજયભાઈ ઝાપડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી
બ્રિજેશભાઈ સોજીત્રા, RBSK ડો.પૂજાબેન વીસોદિયા, વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી) જીવાભાઈ શિયાર, અધિકારીશ્રીઓ તેમજ
આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *