**
અગાઉ કુલ-૧૭૪૪ મતદાન મથકોમાંથી સુધારા – વધારા કરીને હાલમાં કુલ-૧૬૯૪ મતદાન મથકો સૂચિત કરવામાં આવ્યા છે
**
મતદાન મથકો અન્વયે કોઈ સલાહ કે સુચનો હોય તો તા.૧૭/૦૭/૨૦૨૩ થી તા.૨૫/૦૭/૨૦૨૩ સુધીમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં રજુઆત કરી શકાશે
***
ખેડા જિલ્લામાં તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ના ભાગરૂપે હાલમાં સૂચિત મતદાન – મથકો પર મતદારયાદી સંબંધિત અને મતદાન સંબંધિત તમામ કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં અગાઉ કુલ-૧૭૪૪ મતદાન મથકો મંજુર કરવામાં આવેલ હતા. જેમાં સુધારા – વધારા કરીને હાલમાં કુલ-૧૬૯૪ મતદાન મથકો સૂચિત કરવામાં આવેલ છે. ભારતીય ચૂંટણીપંચની સુચનાઓને આધારે મતદારોની સંખ્યા મુજબ મતદાન મથકોમાં ફેરફાર કરવામાં આવેલ છે. કુલ-૩ મતદાન મથકો નવા રચવામાં આવેલ છે. કુલ–૫૩ મતદાન મથકોને મર્જ કરવામાં આવેલ છે. કુલ-૧૨૪ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવેલ છે. કુલ-૧૨૬ મતદાન મથકોના નામમાં ફેરફાર કરવામાં આવેલ છે. અને કુલ–૪૮ મતદાન મથકોના સેકશનમાં ફેરફાર કરવામાં આવેલ છે.
આ કુલ-૧૬૯૪ મતદાન મથકોની યાદી તેમાં સમાવિષ્ટ ભાગ સાથે તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ સલાહ કે સુચનો હોય તો તા.૧૭/૦૭/૨૦૨૩ થી તા.૨૫/૦૭/૨૦૨૩ સુધીમાં સંબંધિત કચેરીમાં રજુઆત કરવા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
