Gujarat

કચ્છના માંડવીમાં દાગીના ભરેલા થેલાની લુંટ

કચ્છ
કચ્છના માંડવીમાં ગઇકાલે રાતે દેના બેંક પાસેથી પસાર થતા દરમિયાન વેપારી સાથે લૂંટ થઇ હતી. પોલીસ તપાસમાં દાગીના ભરેલો એક થેલો પણ મળી આવ્યો છે. ગઇ કાલે ૨ શખ્સો એક વેપારી પાસેથી દાગીનાનો થેલો લૂંટીને ફરાર થયા હતા. થેલામાં અંદાજિત ૫૦ લાખના દાગીના હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મહત્વનું છે, પોલીસની શોધખોળમાં દાગીના ભરેલો એક થેલો મળી આવ્યો છે. હાલ, તો પોલીસે ફરાર ૨ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરેઆમ આ પ્રકારે વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. તો, તસ્કરોના વધતા ત્રાસ સામે પોલીસ કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *