Gujarat

રાણપુરના જાણીતા સેવાભાવી ડોક્ટર અલ્તાફ મોદનની સુજબુજ થી ઝેરી સાપ કરડેલા બેનનો જીવ બચાવ્યો …..

કેરીયા ગામના આગેવાનો અને દર્દીના પરીવારજનો દ્વારા ડો.અલ્તાફભાઈ મોદનનો આભાર માની બોટાદના ડોક્ટર ભાવેશ પટેલ નું ફુલહારથી સન્માન કર્યુ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કેરીયા ગામે રહેતા જયાબેન ભરતભાઈ મેર ને વાડી માં ખેતી કામ કરતા હતા ત્યારે ઝેરી સાપ કરડતા સારવાર માટે રાણપુર મોદન ક્લિનિક ખાતે લાવવામાં આવ્યા હતા.ત્યા ડોક્ટર અલ્તાફભાઈ મોદન એ પ્રાઈમરી સારવાર આપી દર્દી ને તાત્કાલિક બોટાદ લઈ જવા કહ્યુ યુનીટી આઈ.સી.યુ.માં ડોક્ટર ભાવેશ પટેલ ને ફોન કરી રાણપુર ના સેવાભાવી ડોક્ટર અલ્તાફભાઈ મોદન એ દર્દીને ઝડપથી સારવાર મળે અને ઈન્જેક્શન,વેન્ટીલેટર મશીન તૈયાર રાખવા બોટાદના ડોક્ટર ભાવેશ પટેલ ને કહેવામાં આવેલ અને સાપ કરડેલ દર્દી ને બોટાદ ભાવેશ પટેલના દવાખાને વેન્ટીલેટર ઉપર રાખી જરૂરી તમામ સારવાર તાત્કાલિક કરી દર્દી ને સાપ કરડેલ હોય તે ઝેર ઉતારવાના એક કલાક માં ૧૦ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા.બે દિવસ વેન્ટીલેટર ઉપર સારવાર આપ્યા બાદ દર્દી ની તબિયત એકદમ સારી થઈ જતા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કેરીયા ગામના આગેવાનો અને દર્દીના પરીવારજનો દ્વારા રાણપુરના યુવા સેવાભાવી ડોક્ટર અલ્તાફભાઈ મોદન અને બોટાદના ડોક્ટર ભાવેશ પટેલ નું ફુલહાર પહેરાવી સન્માન કરી આભાર માન્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુરમાં સેવાભાવી ડોક્ટર તરીકે નામના મેળવનાર ડો.અલ્તાફભાઈ મોદન અને બોટાદમાં સેવાભાવી ડોક્ટર તરીકે નામના મેળવનાર ડો.ભાવેશ પટેલ આ બંને ડોક્ટરો એ રાણપુર અને બોટાદ પંથકમાં આવા અનેક દર્દીઓને પોતાની આગવી સુજબુજ થી તાત્કાલિક સારવાર આપી જીવ બચાવ્યા છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-08-27_16-35-32-797.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *