Gujarat

બોડેલી  એમડીઆઈ સ્કૂલ માં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મેંહદી મૂકી તથા કેશ ગૂંથણ સાથે ઉજવણી 

એમ.ડી.આઇ પ્રાથમિક અને ખત્રી વિદ્યાલયમાં રક્ષાબંધન બન્યો અનોખો ઉત્સવ
          આજરોજ એમડીઆઇ પ્રાથમિક અને ખત્રી વિદ્યાલયમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે
મેંહદી મૂકી તથા કેશ ગૂંથણ સાથે ઉજવણી થઈ.
       ‘શ્રાવણી પૂર્ણિમા’ કે જેને આપણે રક્ષાબંધન તરીકે ઓળખતા હોઈએ દરેક બહેનો પોતાના રક્ષા કવચ માટે ભાઈને રાખડી બાંધીને આ તહેવારનું ઉજવણી કરતી હોય ત્યારે એમડી આઈ તથા ખત્રી વિદ્યાલયમાં બહેનો દ્વારા કેશ ગુંથન તથા મહેંદી મૂકી પ્રાથમિક–માધ્યમિક કક્ષાની બાળાઓ દ્વારા વિવિધ પ્રકારનું ગુંથણ કરી તથા મન મોહક મેંહદી દ્વારા રાખડીના દોરાની જેમ તે બહેનના પ્રેમને મજબૂત તાંતણે બાંધતા હોય તેનું ઉદાહરણ પૂરી પડતી શાળાની વિદ્યાર્થીનીઓના હાથ ને રંગીન કરી રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે એસ એન અંસારી વિશેષ માહિતી અર્પણ કરી ઉત્સવ સફળ બનાવ્યો હતો.સાથે મેદાન માં વૃક્ષો ને રાખડી બાંધીને વૃક્ષોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા શ્રી એમ.એમ ઠાકોર દ્વારા લેવડાવવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230829-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *