Gujarat

સાવધાન ઃ સાયબર ગઠિયાઓ ઈ-ચલણ કૌભાંડ આચરી રહ્યા છે

અમદાવાદ
સોશિયલ મીડિયા પર ફરતી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા ૧૦૦ વખત વિચારજાે. કારણ કે કોઈ ખોટી લિંક પર ક્લિક કરવાથી તમારું બેન્ક એકાઉન્ટ સફાચટ થઈ શકે છે. હાલમાં જ ટ્રાફિક ચલણ ભરવા માટેની એક લિંક ફરતી થઈ છે, જે ખોટી છે. આ લિંક પોલીસના ધ્યાને આવતા પોલીસે સોશિયલ મીડિયા થકી લોકોને સાવચેત કર્યા છે અને સાચી લિંક કઈ છે તેમજ ખોટી લિંક કઈ છે તેની જાણકારી પણ આપી છે. જાે તમારે ઓનલાઈન ચલણ ભરવાનું હોય તો તેની સાચી લિંક “ીષ્ઠરટ્ઠઙ્મઙ્મટ્ઠહ.ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ” છે. આ સિવાયની કોઈપણ લિંક પર ક્લિક ન કરવું. કારણ કે સાયબર ગઠિયાઓ ઈ-ચલણ કૌભાંડ આચરી રહ્યા છે. તેઓ સરકારી વેબસાઈટને મળતી આવે તેવી જ લિંક ફરતી કરતા હોય છે. જેના કારણે લોકો આસાનીથી તેમની જાળમાં ફસાઈ જાય.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *