Gujarat

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મ દિવસ, દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યુ

અમદાવાદ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મ દિવસ છે. ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલને આજે ૬૧ વર્ષ પૂર્ણ કર્યા છે. સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનના મંદિરમાં શિશ ઝુકાવ્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના કરી. મુખ્યમંત્રીના જન્મદિવસ અંતર્ગત ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. મુખ્યમંત્રીના મત વિસ્તાર ઘાટલોડિયામાં ૧૩થી વધુ સ્થળોએ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી આજે જન્મદિવસે જુલાઇના બીજા સપ્તાહનો શનિવાર અને કામકાજનો ચાલુ દિવસ હોવાથી મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂર્વનિર્ધારિત સરકારી કામ, વહીવટી અધિકારીઓ સાથે બેઠકમાં સામેલ રહેશે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *