Gujarat

પંદરમી વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં દિવંગત સભ્યશ્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગૃહના નેતા તરીકે ભાવાંજલિ

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો
વિધાનસભાગૃહે મૌન પાળી શોકાંજલી આપી
ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ૧૫મી ગુજરાત વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં રાજ્ય વિધાનસભાના દિવંગત સભ્યો અને પૂર્વ મંત્રીઓ સર્વશ્રી સ્વ. હસમુખભાઇ છગનભાઇ પટેલ, સ્વ. રણજીતસિંહ જીલુભા ઝાલા, ગુજરાતના પૂર્વ રાજયકક્ષાના મંત્રી સ્વ. ડૉ. સુશીલાબેન કેશવલાલ શેઠ અને સ્વ. વલ્લભાઇ વશરામભાઇ વઘાસિયા તેમજ પૂર્વ સભ્યઓ સ્વ. જેઠાભાઇ ભુરાભાઇ રાઠોડ અને સ્વ. પ્રતાપસિંહ એભલભાઇ મોરીના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી સદગત આત્માઓની શાશ્વત શાંતિની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી આ દિવંગત સભ્યોની જાહેર જીવનની કાર્યરીતિ અને જન પ્રતિનિધિ તરીકેના યોગદાનની સરાહના પણ કરી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રીમંડળના મંત્રીઓ સાથી પક્ષના ધારાસભ્યોએ પણ આ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે આ સૌ દિવંગત આત્માઓના સન્?માનમાં બે મીનિટનું મૌન પાળ્યું હતું.

File-02-Page-Ex-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *