મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર
વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો
હતો.મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી
પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી સાથે આ તકે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, શ્રી
દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર શ્રી બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતા.


