Gujarat

ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે જુગાર રમવા બાબતે મારામારી

ભાવનગર
ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. દિપક ચોકના આટોડીયા વાસ પાસે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજ્યમાં વારંવાર પથ્થર મરની ઘટનાને લઈ પોલીસ પણ હવે સતર્ક બની છે. આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં જુગાર રમવા બાબતે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને પરિસ્થિતીને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનુ છે કે આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા નાકાબંદી કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *