અમદાવાદ
અમદાવાદ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં ગેરરિતી થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની ભરતી અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું, પરીક્ષામાં હોલ ટિકિટ, પ્રશ્નપત્ર અને ઉત્તરવહીનો નંબર અલગ હતો. સવારે સાડા દસ વાગ્યે શરૂ થનાર પરીક્ષામાં ઉત્તરવહી આપ્યા પછી ૪૦ મિનિટ મોડી લેવાઇ હોવાનો કોંગ્રેસે આરોપ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પરીક્ષાના ઝ્રઝ્ર્ફ ફુટેજ અને હાલ પૂરતું પરીક્ષાનું પરિણામ સ્થગિત કરવાની માંગ કરી હતી અને જવાબદારો સામે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, ૨૦૨૩ના કાયદા મુજબ કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યુ કે ગુજરાતમાં પેપર ફુટવાની ઘટનાઓ કાળી લીટી સમાન છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં તલાટી, જિલ્લા પંચાયત, જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓના પેપર ફુટ્યા છે અને દર વખતે કહેવામાં આવ્યુ છે કે એકપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આ જ સુધી કોઈ મોટા માથાનો વાળ પણ વાંકો થયો નથી.


