Gujarat

બોડેલી તાલુકા માં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો હતો. 

આજે  સવારથી જ બોડેલી વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી બોડેલી પથકમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે
છેલ્લા 15 થી 20 દિવસના વિરામ બાદ બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો અસહ્ય ઉખડાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહીને લઈને છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર જિલ્લા ના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બોડેલી તાલુકામાં ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાના વિરામ બાદ આજે બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી ત્યારે છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ બોડેલી વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતા વિસ્તારના લોકોમાં અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230821132520.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *