Gujarat

અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રા અને તમામ ૩૩ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાશે

અમદાવાદ
થોડા સમય પહેલા જ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. ત્યારે પદભાર સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કો-ઓર્ડીનેશનની પ્રથમ બેઠક મળી હતી. પ્રથમ બેઠકમાં રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે અમદાવાદમાં પદયાત્રા અને તમામ ૩૩ જિલ્લાઓમાં કાર્યક્રમો આપવાનો ર્નિણય લેવાયો. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ કો-ઓર્ડીનેશન કમિટીની પ્રથમ બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળી હતી. લગભગ પાંચ કલાક જેટલી લાંબી ચાલેલી બેઠકમાં પૂર્વ પ્રમુખો, પૂર્વ વિપક્ષ નેતાઓ અને કોંગ્રેસના સિનિયર નેતાઓએ લોકસભા ચૂંટણી, નવા સંગઠન, કોંગ્રેસની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની રણનીતિ અંગે ચર્ચા કરી. આગામી ૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતી એ પદયાત્રા થકી જન સમર્થન મેળવવા માટે અમદાવાદમાં પદયાત્રા તેમજ રાજ્યના અન્ય ૩૩ જિલ્લાઓમાં કાર્યક્રમો આપવાનું નક્કી કરાયું. આ સિવાય જનસંપર્ક વધારવા માટે પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ કક્ષાના નેતાઓએ જિલ્લા દીઠ અને લોકસભા બેઠક નક્કી કર્યા મુજબ જવા સૂચના અપાઈ. જે હોદ્દેદારોને જવાબદારી અપાય એની જવાબદેહી નક્કી કરવામાં આવશે. જાે કોઈ હોદ્દેદારો યોગ્ય રીતે જવાબદારી નહીં નિભાવે તો મૂલ્યાંકન બાદ તેમના પદ અંગે ર્નિણય લેવા બેઠકમાં ચર્ચા કરાઈ. જનસંપર્ક વધારવા અને ભાજપ સરકાર સામે લોકોને જાગૃત કરી જનસમર્થન મેળવવા માટે ખેડૂત, વેપારી, ટૂંકા-લાંબા સમયની રણનીતિ અને સંગઠાત્મક કામ માટે અલગ અલગ વર્કિંગ ગ્રૂપ બનાવશે. જે ગ્રુપના નેતાઓ જે તે વિષય સંદર્ભે કોંગ્રેસની રણનીતિ અને એનું ફોલોઅપ લેવાનું કામ કરશે. આ સિવાય કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા સામાજિક-સહકારી આગેવાનોને કોંગ્રેસ પક્ષ સાથે જાેડવા પ્રદેશ અધ્યક્ષે આહવાન કર્યું છે. જે કાર્યકરો કે નેતાઓ પહેલા પાર્ટી છોડીને ગયા હોય અને પુનઃ આવવા માગતા હોય એમને પક્ષ સાથે ફરીવાર જાેડવા માટે પણ પ્રયત્નો કરવા પ્રદેશ અધ્યક્ષે સૂચના આપી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *