Gujarat

સંસદના બંને ગૃહોમાંથી ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરતાં સુરતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

પરવાનગી વગર વિરોધ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી

સુરત,
કોંગ્રેસનું સુરતમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકારે લોકશાહી પર હુમલો કર્યો છે અને આશ્ચર્યજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૨મી ડિસેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પક્ષના સાંસદોને સસ્પેન્ડ કરતા વિરોધ કરાયો હતો. રિંગરોડ માન દરવાજા નજીક કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમને પોલીસે પરવાનગી આપી ન હતી. પરવાનગી વગર વિરોધ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરો ની કરી અટકાયત કરાઈ હતી.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *