Delhi

ભારતીય ટીમની નવી જર્સી પર વિવાદ

નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માત્ર ૩ દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમે અહીં યજમાન ટીમ સામે ઇનિંગ્સ અને ૧૪૧ રનની મોટી જીત નોંધાવી હતી. સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા નવી ટેસ્ટ જર્સી પહેરીને બહાર આવી હતી, જેના કારણે વિવાદ થયો છે. ૈંઝ્રઝ્ર નિયમોની અવગણના કરવામાં આવી છે જેના કારણે કાર્યવાહી થઈ શકે છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ એક દાવથી જીતીને ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ડેબ્યૂ કરતી વખતે યશસ્વી જયસ્વાલે ૧૭૧ રનની ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી અને આર અશ્વિને મેચની બંને ઇનિંગ્સ સહિત કુલ ૧૨ વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડિઝ પર ભારતીય ટીમની શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને વિવાદ થયો છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં નવી જર્સી પહેરીને ઉતરી હતી, જેમાં ૈંઝ્રઝ્રના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ૈંઝ્રઝ્રએ દરેક ટીમની જર્સી બનાવવા માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે, જાે અવગણવામાં આવશે તો કાર્યવાહી થઈ શકે છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેનો પરાજય થયો હતો. આ મેચ પહેલા જ મ્ઝ્રઝ્રૈંએ એડિડાસ સાથે કોલાબ કર્યું હતું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ની અંતિમ જર્સી બનાવી હતી. આ પછી મ્ઝ્રઝ્રૈંએ ડ્રીમ૧૧ સાથે પણ કોલાબ કર્યું અને જર્સીમાંથી બાયજુસનું નામ હટાવી દેવામાં આવ્યું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સામે ટેસ્ટ, ર્ંડ્ઢૈં અને ્‌૨૦ શ્રેણી માટે નવી જર્સી બનાવવામાં આવી હતી, જેમાં ત્રણેય ફોર્મેટ માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. નવી જર્સી પહેરીને ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે જાેરદાર જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાની નવી ટેસ્ટ જર્સીને લઈને વિવાદ ઉભો થયો છે. ભારતીય ટીમની નવી ટેસ્ટ જર્સીમાં ખભા પર ત્રણ પટ્ટાઓ ૈંઝ્રઝ્રના નિયમોનું ઉલ્લંઘન કરે છે. સ્ટ્રાઈપની પહોળાઈ ૈંઝ્રઝ્રના નિયમો કરતાં વધુ પહોળી છે. નિયમ મુજબ, પટ્ટાની પહોળાઈ મહત્તમ ૦.૫ સેમી હોઈ શકે છે પરંતુ તેને તેનાથી વધુ પહોળી રાખવામાં આવી છે. નિયમોના ભંગ બદલ ૈંઝ્રઝ્ર શું પગલાં લે છે તે જાેવાનું રહેશે પરંતુ જર્સી બદલવી નિશ્ચિત છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *