Gujarat

છાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમજેએવાય યોજના કિઓસ્કનો આરંભ કરાવતાં વિભાગીય નાયબ નિયામક ર્ડા. સતીષ મકવાણા

ગાંધીનગર
ગાંધીનગર તાલુકાના છાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.જે.એ.વાય. યોજનાના કિઓસ્કનો આરંભ આજરોજ વિભાગીય નાયબ નિયામક ર્ડા. સતીષભાઇ મકવાણાના હસ્તે કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના તમામ તબીબી અધિકારીઓની જિલ્લા કક્ષાની રિવ્યું બેઠક પણ વિભાગીય નાયબ નિયામકના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
રિવ્યુ બેઠકમાં વિભાગીય નાયબ નિયામક શ્રી ર્ડા. સતીષભાઇ મકવાણા દ્વારા દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ – ૨૦૨૫ સુધીમાં ટીબી મુકત ભારતના બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ટીબી મુકત ભારત બનાવવા માટે પદાધિકારીઓ અને નિક્ષય વિભાગોનો સાથ સહકાર લઇ પ્રઘાનમંત્રીના ઉમદા લક્ષ્યાંકને પાર પાળવાની દિશામાં સક્રિય કામગીરી કરવા પણ જણાવ્યું હતું.
છાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.જે.એ.વાય યોજના કિઓસ્કનો આરંભ કરાવી તેમણે છાલા સી.એચ.સી. ખાતે આ યોજના અંતર્ગત થયેલ કામગીરીની વિગત મેળવી હતી. જેમાં સંબંધિત અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજદિન સુધી કુલ- ૨૧૧ કલેઇમ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે દર મહિને આશરે ૫૫ થી વધુ અંદાજિત ૧.૩ લાખ રૂપિયાથી વધુના પી.એમ.જે.એ.વાય.- મા યોજના અંતર્ગત કલેઇમ થાય છે. જેમાં ડોગબાઇટ, ટાઇફોઇડ, ડ્રેસીંગ, ડેનગ્યુ, વાયરલ ફિવર, કમળો, પેશાબના નળીના ચેપ, ઝાડા ઉલટીના રોગો, નોર્મલ ડીલીવરી તથા પાંડુ રોગની સારવાર આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.
તેની સાથે કાર્યરત સી.એમ.ટી.સી. સેન્ટરમાં દર માસે મહિને સરેરાશ ૨૫ જેટલા કુપોષિત બાળકો દાખલ થાય છે. દાખલ બાળકો તથા તેમના સગાને પોષણક્ષમ આહાર તેમજ તબીબી તપાસ કરી જરૂરી દવાઓ અને ફીજીયોથેરાપીસ્ટ, સ્ત્રી- રોગ નિષ્ણાંત દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ૧૫૧ કુપોષત બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૪ બાળકોને સજા કરવામાં આવ્યા છે.
વિભાગીય નાયબ નિયામક ર્ડા. સતીષ મકવાણા દ્વારા સા.આ.કેન્દ્ર ખાતે કાર્યરત તમામ વિભાગની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે સી.એમ.ટી.સી., ઓ.પી.ડી., ઇન્ડોર, લેબરરૂમ, લેબોરેટરી એક્ષ-રે, ફિજીયોથેરાપી અને એન.સી.ડી.ની મુલાકાત લીઘી હતી.

File-02-Page-Ex-13-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *