ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા બેઠક મળી હતી આ બેઠકની શરૂઆત ૐ કાર અને વિજય મહામંત્ર થી કરવામાં આવી. હિન્દુ ધર્મ ના પવિત્ર તહેવારો ભારે હષોર્લ્લાસ સાથે ઉજવણી કરવા લોકો ને જોડવા આહવાન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મ ના તહેવારો ગુરુપૂર્ણિમા, અખંડ ભારત સંકલ્પ દિન,રક્ષાબંધન,
પરિષદ સ્થાપના દિવસ.દુર્ગાષ્ટમી,
શસ્ત્ર પૂજન, વાલ્મીકિ જયંતિ,
અને નવા વર્ષના સ્નેહમિલન વગેરે કાર્યક્રમો અને ઉત્સવો દરેક પ્રખંડ માં કરવા જેવી માહિતી આપવામાં આવી હતી..
આગામી સત્ર માં ષષ્ટી પુરતી નિમિત્તે દરેક પ્રખંડ ના ગામોમાં પરિષદની સમિતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. આગામી પ્રાંત બેઠકની સૂચના આપવામાં આવી. આ બેઠક અંતર્ગત જિલ્લા અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ રાજાણિએ જામકંડોરણા પ્રખંડ ના મંત્રી તરીકે દીપકભાઈ ગજેરા અને બજરંગ દળના સંયોજક તરીકે નાજાભાઇ ભરવાડ ની બીજી વખત નિમણૂકની જાહેરાત કરી…..
આ બેઠકમાં વિભાગ મંત્રી શ્રી પ્રકાશભાઈ પનારાએ માર્ગદર્શન આપ્યું હતું.બેઠક નુ સંચાલન જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની એ કર્યું હતું.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


