ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદને લઈને છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં સિઝનમાં બીજી વખત નવા નીર આવ્યા છે ઓરસંગ નદી ખાતે બનાવવામાં આવેલ ચેકડેમ પણ હાલ ઓવરફ્લો થયા છે ગઈકાલે રાત્રે દરમિયાન છોટાઉદેપુર નગરમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો વરસાદને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગરની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીર આવતા લોકો નદી જોવા માટે પહોંચ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના જોડાવાંટ ગામે વરસાદ ને લઈને રેલ્વે ગરનાળા માં પાણી ભરાયાં હતાં
ખડકવાડા અને જોડાવાટ પાસે રેલ્વે ગરનાળામાં કમ્મર સુધી પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો, અનેક વખત ગામ લોકોએ રજૂઆત કરી છે પંરતુ આજ દીન સુધી તેઓનું કોઈ નીરાકરણ નથી આવ્યુ, વરસાદને લઈને છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તાર ભોરદલી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો, હાલતો નાની ભોરદલી મોટી ભોરદલી રજુવાટ જવાના માર્ગ બંધ થયા હતા, લો લેવલ કોઝવે પર પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


