બોડેલી થી પાવીજેતપુર થી છોટાઉદેપુર બસ ચાલકો બેફામ બસ ચલાવતા બાઈક ચાલકો માં અકસ્માત થવાનો ભય જોવા મળી રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી થી પાવીજેતપુર વચ્ચે બસ ચાલકો ખૂબ જ બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે ચડે છે જેને લઇ બાઈક ચાલકોમાં ભારે ડર નો માહોલ સર્જાયો છે આડેધડ બસ ચલાવતા અકસ્માત થવાની સંભાવનાઓ થાય છે આમ તો આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા કાયમ માટે રહે છે અને પછી બસ ચાલકો ઓવરટેક મારતા સમયે સામે બાઇક આવે છે કે કોઈ સાધન આવે છે એ બાબતનું ધ્યાન પણ રાખતા નથી જેને લઇ બાઈક ચાલકો સાયકલ ચાલકો માં ભારે રોષ જોવા મળ્યો છે
હાલ જ છોટાઉદેપુર થી જોડિયા જતી બસ ના ડ્રાઈવર દ્વારા એક વ્યક્તિને બસ દ્વારા ઓવરટેક મારતા સમયે સામેથી બાઈક લઈને આવતી વ્યક્તિને રોડની નીચે ઉતારી દેવામાં આવ્યા જેથી કરી તે વ્યક્તિ દ્વારા પીછો કરી બોલા બોલી ન પ્રશ્ન પણ થયો હતો જેને લઇ લોક માગ ઉઠી છે કે આવા ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


