Gujarat

બોડેલી તાલુકાના ખેડૂતો ખેતી કાર્યમાં જોડાયા

બોડેલી તાલુકા ના ગામડાઓમાં  ચોમાસાના પ્રારંભે ટ્રેક્ટર થી ખેતરને ખેડીને વાવણી ની શરૂઆત કરવામાં આવી .
બોડેલી તાલુકા ના ગામડાઓમાં ચોમાસાની શરૂઆતનો સારો વરસાદ પડવાને કારણે ખેડૂતો દ્વારા ખેતર ખેડીને વાવણી શરૂ કરવામાં આવી રહી છે
ગુજરાતમાં હવે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં વરસાદી જાપટા જોવા મળી રહ્યા છે
  બોડેલી તાલુકામાં વાવની લાયક વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો દ્વારા વાવણી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં મુખ્ય ડાંગર અને કપાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
છોટાઉદેપુર જિલ્લામાં  અનેક ગામડાઓ એવા છે કે જે ગામડાની અંદર હાલ પણ આધુનિક સમયની અંદર બળદ દ્વારા વાવણી કાર્ય કરવામાં આવે છે  ખેડૂતો દ્વારા બળદને શણગારવામાં આવી ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે અને ખેડવાના ટ્રેક્ટર અને ખેત ઓજારોને કુમકુમ તિલક કરે અને વાવણીનું શુભ સ્થળ પસંદ કરી અને શરૂઆત કરવામાં આવે છે.
આ વર્ષે ખેડૂતોમાં વાવણી લાયક અને સારા વરસાદની આશા જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230627-WA00241.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *