Gujarat

ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ

મતદાનનો દિવસ હોવાથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા

અમદાવાદ,
ગુજરાતના તમામ બાર એસોસિએશનની આજે ચૂંટણી છે. બાર કાઉન્સિલ દ્વારા જાહેર ૨૭૨ એસોસિએશનની ચૂંટણી છે. એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના વિવિધ પદ માટે મતદાન થવાનું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન માટે પણ મતદાન થશે. ગુજરાતના તમામ બાર એસોસિએશન સહિત રાજ્યના સૌથી મોટા બાર એસોસિએશન એટલે કે ક્રિમિનલ બાર એસોસિએશનમાં પણ મતદાન યોજાઇ રહ્યુ છે.

હાઇકોર્ટના એડવોકેટ એસોસિએશન માટે પણ મતદાન યોજાઇ રહ્યુ છે. સવારે ૧૦ વાગ્યાથી શરુ થયેલુ મતદાન સાંજે ૫ કલાક સુધી ચાલશે. બેલેટ પેપરથી આ મતદાન થઇ રહ્યુ છે. મતદાનનો દિવસ હોવાથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. ચૂંટણી બાદ આજે જ પરિણામ જાહેર થશે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *