તાલીમમાં ખેડૂત મિત્રોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન અને ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગેની મહિતી મેળવી
ગાંધીનગર,
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા ”પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખાતાની યોજનાકીય પ્રચાર પ્રસાર ” વિષય પર દહેગામના કડજાેદરા અને માણસા તાલુકાના ગ્રામભારતી, અમરાપુર ખાતે ખેડૂત તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાની તાલીમમાં કુલ ૨૩૫ જેટલાં ખેડૂત મિત્રોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન અને સ્વરોજગારી, નર્સરીમાં ધરૂ/રોપા ઉછેર તથા પલ્ગ નર્સરી અંગેની માહિતી, ગાય આધારીત પ્રાકૃતિક ખેતીનું મહત્વ, પશુપાલન ખાતાની યોજનાઓ તથા ઁસ્હ્લસ્ઈ યોજના અંગે મહિતી મેળવી હતી. આ ક્રાર્યક્રમોમાં બાગાયત ખાતા, ખેતીવાડી ખાતા, પશુપાલન ખાતા, જીએઆઇસી કચેરીના અધિકારી/કર્મચારીશ્રીઓએ હાજર રહી જરૂરી માહિતી પુરી પાડી હતી.
આ ઉપરાંત માણસા તાલુકાની તાલીમમાં કુલ ૨૦૯ જેટલાં ખેડૂત મિત્રોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન અને સ્વરોજગારી, ખેતીમાં આધુનિક પધ્ધતી, આત્મા કચેરી દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને પશુપાલન ખાતાની યોજનાઓ અંગે મહિતી મેળવી હતી. આ ક્રાર્યક્રમોમાં બાગાયત ખાતા, ખેતીવાડી ખાતા, પશુપાલન ખાતા, આત્મા કચેરીના અધિકારી/કર્મચારીશ્રીઓએ હાજર રહી જરૂરી માહિતી પુરી પાડી હતી. આ બંન્ને તાલીમોનું આયોજન નાયબ બાગાયત નિયામકશ્રી ડો.ફારૂક જી. પંજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ લાભ લીધો હતો.

