મહેસાણા
મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ પર આવેલા ખાણીપીણીની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ પર ઇટ રાઈટ સ્ટ્રીટ ફૂડ હબ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે ડોમિનોઝ, જય ભવાની વડાપાઉં, લાપીનોઝ પિઝા સહિતના સ્ટોલો પર દરોડા પાડ્યા હતા. ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે જ આ કાર્યવાહી હાથ ધરી હતી. આશરે ૩૦ ફૂડ સ્ટોલમાંથી ૧૦૦ કરતા વધુ ખાદ્ય સેમ્પલો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.


