Gujarat

સરકારે અમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે  વાલી: જ્યોતિકાબેન બારીયા   

અમે શાળામાં દાખલ થયા હતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો નહોતા થતા. હવે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરી સરકારે અમારા બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે એમ કડીલા ગામના વાલી જયોતિકાબેન બારીયાએ જણાવ્યું હતું.
 શાળામાં દાખલ થવાની ઉંમરે બાળકોનું શાળામાં સો ટકા નામાંકન થાય અને કન્યા કેળવણીને ઉત્તેજન મળે એ માટે સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન બાળકોને રંગે ચંગે ઉત્સાહપૂર્ણ માહોલમાં શાળામાં પ્રવેશ કરાવવામાં આવે છે.
 રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલા શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોડેલી તાલુકાના કડીલા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પોતાના સંતાનને બાલવાટિકામાં પ્રવેશ અપાવવા માટે આવેલા જયોતિકાબેન બારિયાએ ઉપર મુજબની વાત કરી હતી.
 માહિતી ખાતાની ટીમ સાથે આગળ વાત ચલાવતા જયોતિકાબેને જણાવ્યું હતું કે, મારૂં બાળક પાંચ વર્ષનું થયું છે તેથી આજે હું તેને બાલવાટિકામાં દાખલ કરવા આવી છું. સરકાર અમારા બાળકોના ભાવિની ચિંતા કરે છે. બાળકોને ભણતરમાં ઉપયોગી થાય એવી કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવાય છે. દફતર, પેન્સિલ તેમજ અન્ય ભણતર ઉપયોગી વસ્તુઓ મળવાથી વાલીઓનો ખર્ચ ઓછો થાય છે. તેમજ બાળકોને ચોકલેટ વગેરે આપવાથી બાળકો શાળામાં હોંશે હોંશે પ્રવેશ મેળવે છે.
 આગળ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે અમારા બાળકોની ચિંતા કરી તેમને શાળામાં પ્રવેશ આપવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરે છે એ માટે સરકારનો આભાર માનવો જ પડે એમ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

vaali-jyotikaben-bariya.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *