Gujarat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નિર્મિત ‘ યુએન વૉટર કોન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યું

રાજ્યમાં જળ સિંચન દ્વારા સર્વાંગી વિકાસ કરવાની નેમ સાથે નદી, તળાવ અને ચેકડેમને ઉંડા-પહોળા કરવાની તેમજ તેની સાફસફાઈ અને જાળવણી કરવામાં આવે છે. જેના ભાગરુપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનની ૫૦ઃ૫૦ ટકા ભાગીદારીથી ૨૮ કિમી લાંબી ગાગડિયો નદીને ઊંડી અને પહોળી કરવાનું કાર્ય રુ.૨,૦૦૦ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. ગાગડીયો નદી પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ‘યુએન વૉટર કૉન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યુ હતું.
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીએ આ તકે જળસિંચનની ક્ષમતા અને આ નદીની અગાઉની સ્થિતિ વિશે વિગતો મેળવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા, લાઠી અને બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, ધોળકીયા ફાઉન્ડેશનના સ્થાપક સવજીભાઈ ધોળકીયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *