Gujarat

H1N1 અને H3N2ના સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ ગુજરાતમાં ઉપલબ્ધ ઃ- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર

ગુજરાત રાજ્યમાં ત્રણ મહિનામાં ૐ૧દ્ગ૧ ના ૮૦ અને ૐ૩દ્ગ૨ સીઝનલ ફ્લુના ૦૬ કેસ નોંધાયા
• રાજ્યમાં ૐ૩દ્ગ૨ સીઝનલ ફ્લુ થી એક પણ મૃત્યુ નોંધાયેલ નથી
• પરિસ્થિતી અનુસાર જરૂર જણાતા ૐ૩દ્ગ૨ સંક્રમિત દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ કરવામાં આવશે
• સીઝનલ ફ્લુના લક્ષણો મુજબ તેની સારવાર નક્કી કરી શકાય

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં ૐ૩દ્ગ૨ ની પરિસ્થિતી વિશે જણાવ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. ૐ૩દ્ગ૨ સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે.

આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો ૨,૭૪,૪૦૦ જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

રાજ્યમાં ૧૧૧ સરકારી લેબ અને ૬૦ ખાનગી લેબમાં હાલ ૐ૧દ્ગ૧ સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ ૨૦૦ થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અન ૐ૧દ્ગ૧ પોઝીટીવ આવે ત્યારે તે દર્દીન ૐ૧દ્ગ૧ પોઝીટીવ ગણવામાં આવે છે.

જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને ૐ૧દ્ગ૧ નેગેટીવ હોય ત્યારે દર્દીને ૐ૩દ્ગ૨ શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં જ્યમાં ૐ૧દ્ગ૧ ના ૮૦ અને ૐ૩દ્ગ૨ સીઝનલ ફ્લુના ૦૬ કેસોનો નોંધાયા છે. ૐ૩દ્ગ૨ સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

ૐ૩દ્ગ૨ ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

સીઝનલ ફ્લુ ના નીચે મુજબના લક્ષણો જણાતા શું કરવું?

કેટેગરી- એ
• શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો.

કેટગરી – એ ના લક્ષણો દેખાય તો શું કરવું ?
• જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી
• આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
• સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી- બી ૧

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- બી ૨

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ
• ઉંમર ૬૫ વર્ષથી વધુ
• ગર્ભાવસ્થા
• ૫ વર્ષથી નાની વયના બાળકો
• શ્વસનતંત્રની બીમારી
• લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી
• ડાયાબિટીસ ના દર્દી
• એચઆઇવી/એઇડ્‌સ

કેટેગરી – બી ના લક્ષણોમાં શું કરવું ?
• ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.
• આઈસોલેશનમાં રહેવાનું.
• અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
• સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી-સી
• કેટેગરી- એ અને બી ના લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ગભરામણ, ગળફામાં લોહી પડવું અથવા બી.પી ઘટી જવું, ન્યુમોનીયાની અસર

કેટેગરી – સી ના લક્ષણોમાં શું કરવું ?
• હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી
• સિઝનલ ફ્લુ પરીક્ષણ કરાવવું જરૂરી
• ઓસેલ્ટામિવીર આપવાની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *