Gujarat

આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ
હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની શક્યતા છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *