Gujarat

જામનગરમાં જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાને આખરી ઓપ આપવા રવિવારે અગત્યની બેઠક

 

જામનગરમાં જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાને આખરી ઓપ આપવા રવિવારે અગત્યની બેઠક

જામનગર :
ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવની પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તારીખ 7, સપ્ટેમ્બર, 2023 ના ગુરુવારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની 17મી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે પ્રતિ વર્ષે યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા માટે ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, મિત્ર મંડળ, જ્ઞાતિ સંસ્થાઓ, અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની અગત્યની મીટીંગ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર, ખંભાળિયા નાકા બહાર, જામનગર ખાતે આચાર્યશ્રી 108 કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં તા. 27, ઓગસ્ટ, 2023ના રવિવારે સાંજે 7:00 કલાકે રાખવામાં આવી છે. જેમાં સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

IMG-20230826-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *