મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા ટાઉન ધોળીયો ડુંગર વિસ્તારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) કનુભાઇ માણસુરભાઇ બોરીચા ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે.રાજુલા,ધોળીયો ડુંગર,પાણીની ટાંકી પાસે
(૨) રીયાઝભાઇ રહીમભાઇ સમા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.રાજુલા,તવક્કલનગર તા.રાજુલા જી.અમરેલી
(૩) શાહનવાઝભાઇ રજાકભાઇ જોખીયા ઉ.વ.૨૧ ધંધો.પ્રા નોકરી રહે.રાજુલા,તવક્કલનગર જી.અમરેલી
(૪) સોહેબભાઇ મહેબુબભાઇ જોખીયા ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.રાજુલા, તવક્કલનગર તા.રાજુલા જી.અમરેલી
(૫) સિરાજભાઇ યુનુસભાઇ શેખ ઉ.વ.૨૦ ધંધો.ગેરેજ રહે.રાજુલા તવક્કલનગર મજ્જીદ પાસે જી.અમરેલી
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૧૦,૫૦૦/-
(૨) ગજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
કામગીરી કરનાર કર્મચારી
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી જે.એન.પરમાર ની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ હેડ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ.જયેન્દ્રભાઇ સુરંગભાઇ બસીયા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ.પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


