Gujarat

ઊના પંથકમાં પુરવઠા નિગમ દ્રારા બાજરાની ખરીદી ગોકળ ગાયની ગતિએે થતી હોય ખેડૂતોમાં રોષ… ખેડૂતોને પડતી હાલાકીથી તંત્રનું મૈન ધારણ….

ઊના – ઊના પંથકમાં ગીરગઢડા મુકામે છેલ્લા દોઢ માસથી પુરવઠા નિગમ દ્રારા બાજારાની ખરીદીનો પ્રારંભ તો થયો પણ ખરીદીમાં
અધિકારીઓ ઉણા ન ઉતર્યા હોય તેમ નિયમિત ખરીદી થતી ન હોવાનો ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ હાલ
નિગમ પાસે મજુરો ન હોવાથી ખરીદી બંધ કરી હોવાના ગુણગાન ગાઇ રહ્યા છે. પરંતુ વાસ્તવિક્તા શું છે ? તેનાથી ખેડૂતો પણ
અજાણ હોય હાલ મંદગતીએ થતી ખરીદીથી ખેડૂતોને ખરીદી કેન્દ્ર પર ધરમના ધક્ક થતા હોય અને પડ્યા પર પાટા જેવી સ્થિતી હોય
તેમ ટ્રેક્ટરમાં બાજરો લઇને ગયા હોય અને ત્યા ખરીદી કેન્દ્ર પર કારણો આગળ ધરી બાજરાની ખરીદી ન કરતા હોવાથી ટ્રેક્ટરનું ભાડુ
પણ માથે પડતુ હોય છે.
હાલ પુરવઠા નિગમ દ્રારા ગીરગઢડા મુકામે બાજારાની ખરીદી થતી હોય ત્યા ખેડૂતો પોતાનો બાજારો લઇને ગયેલા ત્યારે ફરજ પરના
કર્મચારીએ એવો જવાબ આપેલ કે હાલ ગોડાઉનમાં જગ્યા ન હોવાથી ખરીદી બંધ કરેલ છે. હવે વેરાવળ મુકામે અધિકારીઓ
ગોડાઉન ભાડે રાખે અને અહીથી બાજરો ટ્રા્ન્સફર થયા બાદ ખરીદી શરૂ કરવામાં આવશે. બાદમાં ગોડાઉન મેનેજરનો સંપર્ક કરતા
તેમણે જણાવેલ કે ગોડાઉનમાં જગ્યા ન હોવાનો કોઇ પ્રશ્ન નથી જગ્યા તો ગોડાઉનમાં છે. પરંતુ મજુરોનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયેલ
હોય તેથી હાલ મજુરો ન હોવાથી ખરીદી થઇ શક્તી નથી. જ્યારે તા.૩૦ જુલાઇના મજુરોનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હજુ સુધી
નિગમને મજુરો મળતા ન હોવાથી હાલ બાજરાની ખરીદી બંધ કરવામાં આવેલ છે. જેનાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે
તાકીદે બાજરાની ખરીદીનો પ્રારંભ થાય તેવી ખેડૂતો માંથી માંગણી ઉઠવા પામેલ છે. બીજુએ પણ છેકે ઉના અને ગીરગઢડા પંથકના
ખેડૂતોના બાજરાની ખરીદી કરવાની હોય અને નાઘેર પંથકમાં બાજરાનું વાવેતર પણ વ્યાપક પ્રમાણમાં હોય તેની સામે નિગમ દ્રારા
ફક્ત ૧૦ ખેડૂતોનેજ બોલાવવામાં આવતા હોવાની પણ ફરીયાદ ઉઠવા પામેલ છે. તેમજ નિગમ દ્રારા ખેડૂતનોને મોબાઇલ પર
ખરીદીના મેસેજ કરવામાં આવતા હોય અને ખેડૂતો બાજરો લઇને જતા હોય તો મજુર ન હોવાને લીધે બાજરાની ખરીદી પણ થતી
નથી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *