Gujarat

સુરત શહેર વરાછામાં હત્યાના ગુન્હાના આરોપીને ઉનાથી સર્વલન્સ સ્કોડે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયો..

સુરત શહેર વરાછામાં હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઉના સર્વલન્સ સ્કોડે બાતમી આધારે ઉના ભાવનગર રોડ પર આવેલ
સનખડા ગામે હાઇવે પર ઉભો હોવાની બાતમી આધારે સર્વલન્સ સ્કોડે વોચ ગોઠવી શખ્સને ઝડપી પાડયો હતો. અને આ આરોપીને
સુરત વરાછા પોલીસને સોપવામાં આવેલ છે..
ઉના પોલીસ સ્ટેશનના પી આઇ એન.કે.ગોસ્વામીના સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પી એસ આઇ સી.બી.જાડેજા,
ડી.એમ.પરમાર, પી.એચ.રાયજાદા, ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ, કનુભાઇ નાજાભાઇ, કૌશીકસિંહ અરશીભાઇ, વિજયભાઇ હાજાભાઇ
તથા નલીનભાઈ બાલાભાઈ, રાહુલભાઈ નારણભાઈ સહીત ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઈ
ડી.એમ.પરમાર, ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ, વિજયભાઇ હાજાભાઇ સંયુક્ત બાતમી આધારે સુરત જીલ્લા વરાછા પોલીસના હત્યા
સહીતનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપી મનિષભાઇ રામભાઇ શિયાળ રહે,ખત્રીવાડા તા,ઉના શખ્સ સનખડા ગામ ભાવનગર રોડ
ભગીરથ હોટલ આગળ ઉભેલ છે તેવી બાતમી આધારે પોલીસ તે જગ્યાએ પહોચી ગયેલ હતી. ત્યારે પોલીસને જોય ભાગવા જતા
આ શખ્સને પકડી પાડેલ હતો. અને તેની પૂછપરછ કરતા પોતાનુ નામ મનિષભાઇ રામભાઇ શિયાળ રહે.ખત્રીવાડા રહેતો હોવાનુ
જણાવેલ અને શખ્સને ગુન્હા અંગે વધુ પુછતાજ કરતા હત્યાના ગુનામાં પોતે હોવાનુ કબુલાત કરી હતી. આ શખ્સની કલમ-
૪૧(૧)આઇ મુજબ અટક કરી ઉના પોલીસમાં નોંધ કરી ત્યાર બાદ સુરત જીલ્લા વરાછા પોલીસને આરોપીને સોપવામાં આવેલ
છે..

-વરાછામાં-હત્યાના-ગુન્હાના-આરોપીને-ઉનાથી-સર્વલન્સ-સ્કોડે-ગણતરીના-દિવસોમાં-ઝડપી-પાડયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *