Gujarat

સુરતના માંગરોળ તાલુકાના વેરાકુઈ અને બોરીયા ગામમાં પશુ મરણ થયું હોવાના સમાચારને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા કરાઈ સ્થળ મુલાકાત

ગાંધીનગર
ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થિત વેરાકુઈ અને બોરીયા ગામમાં ૧૫ પશુ મરણ થયું હોવાના સમાચારને મળ્યા હતા. આ સમાચારને ગંભીરતાપૂર્વક લઇ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પશુપાલન અને ડેરી સંઘની સંયુક્ત ટીમે સ્થળ મુલાકાત લઈ વિગતો મેળવી હતી.
મંત્રી શ્રી પટેલે કહ્યું કે, વેરાકુઇ ગામની મુલાકાત દરમિયાન પશુમાલિકોના જણાવ્યા મુજબ બે મોટા પશુઓના મૃત્યુ તાજા વિયાણની નબળાઇ અને આફરો થવાથી થયું હતું. લમ્પી રોગના પરિણામે ગામમાં કોઈપણ પશુ મૃત્યુ થયું નથી. વેરાકુઇ ગામની તમામ ગાયોમાં ૧૦ દિવસ પહેલાં જ લમ્પી સ્કિન રોગના અટકાવ અર્થે રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગામમાં વધુ સર્વે કરતા અત્યાર સુધી ૧૫ જેટલા નાના પશુઓમાં લમ્પી રોગનાં પ્રાથમિક લક્ષણો જાેવા મળ્યા છે. આ તમામ પશુઓને તાત્કાલિક ધોરણે આઇસોલેટ કરી સારવાર કરવામાં આવી છે, અને ઝડપથી તમામ પશુઓ સ્વસ્થ થઇ રહ્યા છે.
બોરીયા ગામની વિગતો આપતા જણાવ્યું કે, મુલાકાત સર્વેની કામગીરી કરતાં બોરીયા ગામે ૧ વાછરડીનો શંકાસ્પદ કેસ જણાતાં સારવાર કરવામાં આવી છે અને હજુ સુધી એક પણ પશુ મરણ નોંધાયું નથી. બોરીયા ગામમાં ૫૦૦ જેટલી ગાયમાં રસીકરણ કરવાની કામગીરી ચાલુ છે, જે સત્વરે પૂર્ણ થશે. ત્યારબાદ હજુ સુધી કોઈ નવો કેસ પણ જાેવા મળ્યો નથી.
મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વેરાકુઇ અને બોરીયા ગામોમાં પશુ ચિકિત્સકોની કુલ ૪ ટીમો કાર્યરત કરી, સઘન સર્વેલન્સ, સારવાર, રસીકરણ અને જનજાગૃતિ સહિત મોનીટરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત શંકાસ્પદ પશુઓની આસપાસના પશુ રહેણાંકી વિસ્તારમાં જંતુનાશક દવા છંટકાવ, સાફસફાઇ કરવા બાબતે પશુપાલકોને વિસ્તૃત સમજુતી આપવામાં આવી રહી છે. સાથો સાથ માંગરોળ તાલુકાના અન્ય ૭૫૦૦ જેટલા અને સુરત જિલ્લાના કુલ ૨૭,૦૦૦થી વધુ ગાય વર્ગના પશુઓમાં લમ્પી રોગ સામે રક્ષણ માટે રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી રાઘવજી પટેલે સૌને સાવચેતી માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, હાલમાં જાેવા મળેલ છુટાછવાયા અને શંકાસ્પદ લમ્પી સ્કીન રોગના કેસોમાં પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી. હા પણ સતર્કતા રાખી પશુઓમાં ચામડીનાં રોગ ચિન્હો જાેવા મળે તો તેવા પશુઓને બીજા નીરોગી પશુઓથી તત્કાલીક અલગ કરી, નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો. અસરગ્રસ્ત શંકાસ્પદ પશુઓની આસપાસના પશુ રહેણાંકી વિસ્તારમાં જતુનાશક દવા છંટકાવ, સાફસફાઇ કરવા અને સ્વસ્થ પશુઓમાં રસીકરણ જરૂર કરાવવું.

File-02-Page-Ex-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *