Gujarat

ગુજરાતના ગાંધીનગરમાં જી-૨૦ આરોગ્ય મંત્રીની બેઠકના ભાગરૂપે પરંપરાગત ચિકિત્સા પર ડબ્લ્યુએચઓની સૌપ્રથમ ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું

ગાંધીનગર
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પરંપરાગત ચિકિત્સા માટે વૈશ્વિક શિખર સંમેલન આશાની દીવાદાંડીનું કામ કરે છે, જે સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમને પ્રોત્સાહન આપે છે. પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનને અપનાવીને આપણે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ની નીતિને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે સ્વાસ્થ્ય સાથે સંબંધિત સ્થાયી વિકાસ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની દિશામાં સંયુક્તપણે કામ કરી શકીએ છીએ.” એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડો.ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસની ઉપસ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડો.ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે પરંપરાગત ચિકિત્સા માટે ડબલ્યુએચઓની સૌપ્રથમ ગ્લોબલ સમિટનું ઉદ્‌ઘાટન કરતાં જણાવ્યું હતું. આયુષ મંત્રાલય દ્વારા સહ-સંચાલિત, આ સમિટ ૧૭ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં ચાલી રહેલી જી -૨૦ આરોગ્ય પ્રધાનોની બેઠકના ભાગરૂપે કો-બ્રાન્ડેડ ઇવેન્ટ છે. આ ઉદઘાટન સમારંભમાં આયુષ રાજ્યમંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશ પટેલ, ભૂતાનના આરોગ્ય મંત્રી સુશ્રી લોન્પો દાશો ડેશેન વાંગમો અને નેશનલ ડાયરેક્ટર ઓફ પૈતૃક ટ્રેડિશનલ મેડિસિન, બોલિવિયા સુશ્રી વિવિયન ટી. કામાચો હિનોજાેસા પણ ઉપસ્થિત રહ્યા હતા.
૧૭થી ૧૮ ઓગસ્ટ દરમિયાન બે દિવસ ચાલનારી આ સમિટની થીમ “તમામ માટે સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ” હશે, જેમાં સ્વાસ્થ્ય સામેનાં પડકારોનું સમાધાન કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય અને સ્થાયી વિકાસમાં પ્રગતિને વેગ આપવા માટે પરંપરાગત પ્રશંસાત્મક અને સંકલિત ચિકિત્સાની ભૂમિકા ચકાસવામાં આવશે.

File-02-Page-Ex-04-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *