Gujarat

ઊનાના લામધાર ગામે સરકારી ખરાબાની જમીનમાં ગે.કા. થતી પેશકદમી અટકાવવા માંગ…

ઊનાના લામધારમાં ખેડૂતની ખેતીની જમીન આવેલી હોય અને તેનો રસ્તો સરકારી જમીનમાંથી નિકળતો હોય તે સરકારી ખરાબા
વાળી જમીનમાં ગે.કા. બાંધકામ કરી પેશકદમી કરતા હોય તેને અટકાવવા જતાં ખેડૂતને ધમકી આપતા આ બાબતે તાલુકા વિકાસ
અધિકારીને લેખિત રજુઆત કરી ખરાબાની જમીનમાં થતી પેસકદમી અટકાવવા માંગ કરેલ હતી.
લામધાર ગામે રહેતા મનુ રામ બાંભણીયા તેમજ મહેશ જગા બાંભણીયા આ બન્ને શખ્સો દ્રારા એજ ગામમાં રહેતા ખેડૂત
મેહુલભાઇ સામતભાઇ બારૈયાની માલીકીની જમીન સર્વે. નં.૩૦૨ ની બાજુમાંજ સરકારી ખરાબા માંથી જુનો ગાડાવટ રસ્તો
આવેલ હોય પરંતુ આ બન્ને શખ્સોએ ખરાબાની સર્વે નં.૮ જમીનમાં ગે.કા. મકાનનું બાંધકામ કરતા હોય જેથી આ ચણતર ન કરવા
સમજાવવા જતાં આ શખ્સોએ કહેલ કે આ સરકારી જમીન તારી નથી. તારાથી થાઇ એ કરી લે અને કોઇને રજુઆત કરીશ તો તારા
ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતે મેહુલભાભઇ સામતભાઇ બારૈયા તેમજ નિલેશ રામજીભાઇ બારૈયએ
તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી આ બન્ને શખ્સોએ કરેલ ખરાબા વાળી જમીનમાં ગે.કા. પેશકદમી અટકાવવા માંગ
કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *