Gujarat

ઊનાંના કોઠારી ગામમ વન વિભાગ એ અજગરના બચ્ચાનું રેશક્યું કર્યું…

ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અજગર સીમ તેમજ રસ્તા પર આવી ચઢતા જોવા મળતા હોય છે. ત્યારે થોડા દિવસ
પહેલા ઉના ગીરગઢડા રોડ પરથી પસાર થઇ વાડીમાં જતો રહ્યો હતો. ત્યા વધુ એક અજગર કોઠારી ગામે આંબાવાડીમાં જોવા
મળતા ખેડૂતોમાં ભયનો માહોઇ ફેલાઇ ગયો હતો.ઊનાંના કોઠારી ગામે બપોરના સમયે બીડ નદી કાંઠા વિસ્તારમાં આવેલી
મહેશભાઈ જાદવભાઈ બાંભણીયાની આંબાવાડીમાં બપોરના સમયે ખેતીકામ કરતા હતા. ત્યારે તેમની નજર અચાનક અજગરના
બચ્ચા પર પડતા ગભરાય ગયા હતા. અને વાડી માલિક મહેશભાઈએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ
સ્થળ પર દોડી જઇ અજગરના બચ્ચાનું સહી સલામત રીતે રેશક્યુ કરી મછુન્દ્રી ડેમ ખાતે સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યુ હતું.
જોકે આ અજગરનું રેશ્ક્યુ કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *