Gujarat

ભાવનગર જેલમાંથી વચગાળાના જામીન પર છુટી ૭ વર્ષથી ફરાર લીલીયા તાલુકાના ગુંદરણ ગામે ચકચારી ડબલ મર્ડર કેસના આરોપીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.

ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬/૨૦૧૩, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બીએ વિ. મુજબના ગુનાના કામે ભાવનગર જેલ ખાતે કાચા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૧૭/૧૧/૨૦૧૬ ના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય અને મજકુર કેદીને તા.૧૯/૧૧/૨૦૧૬ ના રોજ ભાવનગર જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે ભાવનગર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, મજકુર કેદીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે આજ રોજ તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ પકડી પાડી, ભાવનગર જેલ હવાલે મોકલી આપેલ છે
પકડાયેલ કેદી:-
સલીમભાઈ અબ્દુલભાઈ દલ, ઉ.વ.૪૭, રહે.પાલીતાણા, ઘાંચીની વાડી, તળાવ વિસ્તાર, તા.પાલીતાણા, જિ.ભાવનગર મુળ રહે.ગુંદરણ, તા.લીલીયા, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એમ.બી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા પો. હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230825-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *