સુપ્રસિદ્ધ ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી અને ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાનને ચિન્હિત કરવા દર વર્ષે ૨૨ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જેના અનુસંધાને શાળામાં આવેલી STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ,મેથેમેટિક્સ) લેબોરેટરીમાં વિવિધ ગાણિતિક તેમજ વૈજ્ઞાનિક સાધનોનું પ્રદર્શન તેમજ નિદર્શન યોજવામાં આવ્યું .જેમાં વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા તેમજ AIF સંસ્થા દ્વારા આપવામાં આવતા ગણિત વિજ્ઞાન કીટના સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું .આ તકે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશભાઈ જોષી તથા જાગૃતિબેન દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સાયન્ટિફિક મોડલ નિર્માણ તેમજ પ્રયોગોનું નિદર્શન કરાવ્યું. અંતમાં AIF દ્વારા આપવામાં આવેલ ડ્રોન ઉડાડી અને VR ચશ્માનું નિદર્શન કરાવ્યું. તેમજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માનવ બગડા, અશ્વિન ટોળીયા, નિલેશ ટોળીયા ,કેવિન દેગડા દ્વારા વિદ્યાર્થીઓને મોડલ નિર્માણ અને તેની કાર્યપદ્ધતિ સમજાવેલ.

