બીપરજોય વાવાઝોડાએ ભળભળાના હાજા ગગડાવી નાખ્યા છે. લોકોને સલામતી બક્ષવા સંબંધીત સરકારી તંત્રોએ ઊંધેમાથે કામગીરી શરૂ કરી દીધી છે. જેતપુરમાં ભાદરનદી ઉપરાંત શહેરી વિસ્તાર નીચાણવાળો હોવાથી કોઈ આફત ઊભી થાય તો જેતપુરવાસીઓને સમયસર ઉગારી શકાય તે માટે સ્થાનિક ધારાસભ્યની ભલામણથી સરકારે અહી એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય તૈનાત કરી દીધી છે. 2 અધિકારી 18 સભ્યોની આ ટીમના ઇન્સ્પેકટર દિલીપકુમારે કહ્યું કે, નીચાણવાળા વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કરવામાં આવશે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તેઓની ટિમ સજ્જ ટીમ આધુનિક સાધનો સાથે સજ્જ છે. એટલુંજ નહીં લોકોને જાગૃત કરીને જરૂર પડ્યે સલામત સ્થળે પણ ખસેડવા જહેમત ઉઠાવાશે તેવું અહી આવેલી એનડીઆરએફની ટીમના લીડરોએ કહ્યું હતું.


