Gujarat

રાજકોટ જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા

રાજ્યના ફૂડ વિભાગના આદેશથી આરોગ્ય વિભાગની કાર્યવાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જાેવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે. તો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટાપાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા છે. તો શહેરની તેલની ૩ પેઢીઓમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગે તેલના ૨૪ નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તો રાજ્યના ફૂડ વિભાગના આદેશથી આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે. તો બીજી તરફ અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં પાણીના પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધુ છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *