વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીની નવી કરતૂત ઝડપાઇ છે. પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ.૫૦૦ અને રૂ.૨૦૦ની ચલણી નોટ મુકી હતી. તો પરીક્ષામાં ઘણા સમયથી નાપાસ થતો હોવાનું પણ વિદ્યાર્થીએ લખાણ લખ્યું હોવાનું સામે આવ્યું છે. ઉત્તરવહી ચકાસનાર પ્રોફેસરે વિદ્યાર્થીને શૂન્ય માર્ક્સ આપ્યા હતા. તો આ કરતૂત કરવા બદલ વિદ્યાર્થીને યુનિવર્સિટીએ રૂ.૫૦૦નો દંડ ફટકાર્યો હતો. ઉત્તરવહીમાંથી મળેલી ચલણી નોટો વિદ્યાર્થીને પરત કરાઇ હતી. આ મામલે હવે યુનિવર્સિટી કડક પગલાં ભરી શકે છે.

