*લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમ મા મોટી સંખ્યા મા ગ્રામજનો જોડાયા*
બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક સ્થાનો અને નાના મોટા મંદિરો મોટી સંખ્યામાં આવેલા છે દાંતા તાલુકામા દાંતા ગામ એ મુખ્ય મથક છે. દાંતા ખાતે અનેક અને નાના મોટા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. દાંતા ના કોર્ટની પાસે શ્રી ન્યાયાધીશ હનુમાનજીનું મંદિર પૌરાણિક અને ચમત્કારી મંદિર આવેલું છે. ન્યાયાધીશ હનુમાનજીની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ના ધાર્મિક પ્રસંગો ના કાર્યક્રમો સવારથી શુભ આરંભ કરવામાં આવ્યો હતો જેમાં સવારે હનુમાનજી દાદાની મૂર્તિ ને ગ્રામ ની પરિક્રમા સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને નાની નાની બાળકીઓ માથા પર કળશ લઈને આ શોભાયાત્રામાં જોડાઈ હતી. સાથે ગ્રામજનો અને મોટી સંખ્યામાં બહારથી હનુમાનજી દાદા ના ભક્તો દાદા ના દર્શન અને પ્રાણ પ્રતિષ્ઠા ની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. દાંતા ના કોર્ટ નજીક આવેલા ન્યાયાધીશ હનુમાનજી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે આજે વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાઈ હતા જેમાં યજ્ઞ સહિત લોકડાયરા અને સંતવાણી ના કાર્યક્રમો પણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરપ્રાંતીય કલાકારો પોતાની પ્રસ્તુતિ આપી ધાર્મિક પ્રસંગની સમા બાધી હતી ન્યાયાધીશ હનુમાનજી ની મૂર્તિ પ્રાંત પ્રતિષ્ઠા નિમિત્તે આજે રંગારંગ કાર્યક્રમ નું યોજનાર કરવામાં આવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


