Gujarat

જામનગર કલેકટર કચેરી તથા મહેસૂલ સેવા સદનના 100 મીટરના વિસ્તારમાં આંદોલન/ઉપવાસ/ધરણાં પર બેસવા માટે પ્રતિબંધ જાહેર કરાયો

જામનગર જિલ્લાની કલેકટર કચેરીના પરિસરમાં મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, જિલ્લા
પુરવઠા કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી આવેલી છે. કલેકટર કચેરી જામનગર ખાતે લોકો દ્વારા
તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવામાં આવે છે. જેથી ખુબ જ મોટા સ્વરૂપે લોકોના ટોળા, રેલી
અથવા સરધસ દ્વારા કલેકટર કચેરીના પરિસરમાં મોટા અવાજે સુત્રોચ્ચાર કરવામાં આવે છે, જેના કારણે કલેકટર કચેરી તથા
ઉકત કચેરીઓની કામગીરી ખોરવાય છે. તેમજ કામગીરી સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે.
જેથી, કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરમાં આવેલી કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન થાય, નાગરીકોને
અગવડતા ન થાય તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તે માટે કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના 100
મીટરના પરિસરમાં ઉપવાસ, આંદોલન કે ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ઉક્ત જાહેરનામામાં જણાવ્યા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરના 100
મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવા કે આવી કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં
આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-1860 (45માં અધિનિયમ) ની કલમ-188 મુજબ
શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક હુકમો આગામી તા.30/10/2023 સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *