Gujarat

જેતલપુર સ્થિત વૃંદાવન સોસાયટીમાં રેરાએ બિલ્ડર મનીષ પટેલના બંગલાને સીલ કર્યો

વડોદરા
વડોદરામાં બિલ્ડર મનીષ પટેલ સામે રેરાએ કડક કાર્યવાહી કરી છે. જેતલપુર સ્થિત આવેલી વૃંદાવન સોસાયટીમાં રેરાએ બિલ્ડર મનીષ પટેલના બંગલાને સીલ કર્યો છે. રેરાના કુલ ૭ રેવન્યુ રીકવરી સર્ટીફિકેટ હેઠળ રૂપિયા ૪.૯૧ કરોડની વસુલાત માટે બંગલાને સીલ કરવામાં આવ્યો છે. રેરાએ મનીષ પટેલને બાકી રકમની ચુકવણી કરવા માટે વારંવાર નોટીસો પાઠવી હતી. છતાં રકમ ન ચુકવવામાં આવતા આખરે મીલકત સીલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ આરોપી મનીષ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાખો રૂપિયા લઈ ક્રિસ્ટલ પ્રમુખ હબમાં મિલકતનો કબજાે ન સોંપવાના આરોપ બદલ ક્રાઇમ બ્રાંચે મનીષ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધી હતી. જે બાદ અનેક ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *