ઈ.સ.૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ ૩૪ ફૂટની ઉંચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ MCFTની છે. છેલા ૬૫ વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં ૨૪બવખત ઓવરફ્લો થયો છે. અને હાલ આજે ઓવરફ્લો થતા ૨૫મી વાર ઓવરફ્લો થયો, આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ, તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની ૭૮ કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ૪૬ ગામોની ૩૬૮૪૨હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે
ડેમના તમામ 29 દરવાજા ખોલતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં ભાદર નદીના પટ વિસ્તારમાં આવતા જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના ૨૨ ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમ પણ પહોંચતા ટ્રાફિક જવાં જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતાર લાગી ગઈ હૈ.


