Delhi

સની દેઓલ-અમીષા પટેલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભાંગડા કરીને લોકોને કરી દીધા ખુશ

નવીદિલ્હી
ગદર ફિલ્મના અસલી હિરો એટલે કે સની દેઓલ અને સકીના એટલે કે અમિશા પટેલની..આ બન્ને હાલમાં ફિલ્મ ગદર-૨ના પ્રમોશન માટે અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં એમને સ્ટાર કાસ્ટ અને દેશના જવાનોની સાથે મળીને અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનો આનંદ લીધો. અભિનેતા અને સાંસદ સની દેઓલ એની આગામી ફિલ્મ ગદર ૨નું પ્રમોશન કરી રહ્યા છે. દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણી ઉત્સુકતા જાેવા મળી રહી છે. સની દેઓલના ફેન આ મુવીને રિલીઝ થવાની રાહ જાેઇ રહ્યા છે. આખરે પૂરા ૨૨ વર્ષ પછી તારા અને સકીનાની જાેડી ફરી એક વાર સિનેમામાં પડદા પર ધૂમ મચાવવામાં આવશે. આમ, તમને જણાવી દઇએ કે આ દિવસોમાં ગદર-૨ની સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોનમાં વ્યસ્ત છે. આ સમયે સની દેઓલ અને અમિશા પટેલ બીજા વ્યક્તિઓ સાથે અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં ફિલ્મના પ્રમોશન દરમિયાન અટારી બોર્ડર પર ધૂમ મચાઇ દીધી હતી. સકિનાને લાવનાર તારાએ શનિવારના રોજ અટારી સીમા પર જ્યારે હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા, ઝિંદાબાદ રહેગાના જયઘોષ સાથે દર્શકો ખુશ થઇ ગયા હતા. આ એક નજારો રોમાન્ચથી ભરપૂર હતો. સની દેઓલની ગર્જનાથી પાકિસ્તાનની વાઘા સીમા પર બેઠેલા પાકિસ્તાની લોકો થોડી વાર માટે થંભી ગયા હતા. ફિલ્મના પ્રમોશન માટે અટારી બોર્ડર પર પહોંચેલી ગદર ફિલ્મની સ્ટાર કાસ્ટના કપડા પણ ત્યાંના લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. આમ, તમને જણાવી દઇએ કે સની દેઓલે જૂના અંદાજમાં પંજાબી એટલે કે કુર્તા-પાયજામાં અને માથા પર પગડી બાંધીને નજરે આવ્યા હતા, જ્યારે અમીશા પટેલ પાકિસ્તાની સૂટમાં લોકોનું દિલ જીતી લીધુ હતુ. પ્રમોશન માટે મશહૂર ગાયકે પણ પોતાના મધુર અવાજથી લોકોનુ દિલ જીતી લીધુ હતુ. અટારી બોર્ડર પર ઉદિત નારાયણે મેં નિકલા ગડ્ડી લેકે..ઉડજા કાલે કાવાં જેવા ગીત ગાઇને લોકોને ખુશ કરી દીધા હતા. ભારતીય લોકોની સાથે-સાથે પાકિસ્તાની દર્શકોએ પણ પ્રમોશન દરમિયાન ખૂબ મજા માણી રહ્યા હતા. આ ખાસ દિવસે સની દેઓલે ભાંગડા કરીને લોકોને વિચારમાં પાડી દીધા હતા. સની દેઓલે બીટિંગ રિટ્રીટ સેરેમની પછી અમીષા પટેલ અને બીજા લોકોની સાથે ભાંગડા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગદર-૨ ૧૧ ઓગસ્ટના રોજ રિલીઝ જશે. આ માટે સની દેઓલ અને અમીષા પટેલ ફુલ ટુ પ્રમોશનના મુડમાં છે.

Page-11-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *