Gujarat

બોડેલીના જબુગામ માં આવેલો વર્ષો જૂનો ઓઢર બાવા ના વડને તે જગ્યા પર  ફરી ઉભો કરવામાં આવ્યો  

બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગત વરસાદમાં નદી કિનારે આવેલ વર્ષો જૂનો વડ ધોવાન થઈ જમીન દોષ થતા ગામમાં ભારે શોકનો માહોલ છવાયો હતો
જબુગામ ગામની આન બાન શાન આ વળ જેને ઓઢર બાવા ના નામે પણ ઓળખાય છે તે પાણીના કારણે ધોવાણ થઈ ધરાસાઈ થયો હતો જેને લઈ ગામના યુવાનો એક મુહીમ ચલવી અને ફરી વળ ઊભો કરવા માટે વારંવાર એકત્રિત થઈ આયોજન કરવામાં આવ્યું
જેમાં દરેકના વિચારો ભેગા કરી અને મોટી ક્રેન દ્વારા ઉભો થશે એવું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ આજરોજ અંદાજે 150 થી 200 ટન ની ક્રેન મંગાવી વડ ઊભો કરવાની કામગીરી કરવામાં આવી જેને ગામના તમામ સમાજના લોકો ભેગા થઈ પૂર્ણ કરી છે એ એક ખૂબ જ મોટી વાત છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી  ગામના યુવાનો દ્વારા માટી એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ગામના હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકોની ટ્રક વડે અને ટ્રેક્ટર વડે આસપાસ થી પૂરણ કરવા માટે માટીનો જથ્થો ભેગો કરવામાં આવ્યો અને સેવા આપવામાં આવી
અને સાથે સાથે જબુગામ માં  આવેલ રેતીના લીઝ હોલ્ડરો દ્વારા પણ આર્થિક સહાય કરવામાં આવી અને ગામના આગેવાનો દ્વારા પણ ફંડ ફાળો આપવામાં આવ્યો એટલે સમગ્ર ગામ ના લોકો ભેગા મળી આ વળ ઉભો કરવાની કામગીરી પૂર્ણ કરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230820-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *