જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ આઈ.ટી.આઈ ખાતે ચોથા રાઉન્ડમાં એડમિશન
પ્રક્રિયા ચાલુ છે. આગામી તા.૩૧ ઓગસ્ટ સુધી ફોર્મ ભરવામાં આવશે. આઈ. ટી.આઈમાં કોપા(NCVT), મેકેનિક ડીઝલ અને
ફિટરના ટ્રેડ આવેલા છે. જેનો સમયગાળો એક વર્ષ છે તેમજ ધો.૧૦ પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમ ઔદ્યોગિક તાલીમ
સંસ્થા ગુલાબનગરના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
